સેનેટરી

“સ્વચ્છ મારૂ મહેસાણા નિરોગી મારૂ મહેસાણા”

દિલીપભાઈ એન. ત્રિવેદી (સેનેટરી ઈન્સપેક્ટરશ્રી) મોબાઈલ નંબર: ૯૮૭૯૫૮૩૩૦૦
મયુરકુમાર કે.સોલંકી (કોમન કેડર,મ્યુ.સેનેટરી ઈન્સપેક્ટરશ્રી) મોબાઈલ નંબર: ૯૮૭૯૫૮૩૫૦૦

સેનેટરી વિભાગ દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ

સેનેટરી શાખા દ્વારા મહેસાણા શહેરની સુખાકારી ધ્યાને લઈ નિયમીત સવાર સાંજ સફાઈ કરાવવામાં આવે છે. તેમજ નગરપાલિકાના ટ્રીપર , ટ્રેક્ટર તથા નાની શેરીઓમાં હાથ લારીઓ મારફ્તે ડોર ટુ ડોર કલેક્શન કરી કચરો લેવામાં આવે છે.

સેનેટરી વિભાગ દ્વારા શહેરના જાહેર રસ્તાઓની સફાઈ કરાવવામાં આવે છે.

નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની સીઝન દરમિયાન શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ, ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરાવવું તેમજ જે જગ્યાએ પાણી ભરાયેલ રહેતું હોય તેવી જગ્યા પર મેલેરીયા ઓઈલનો છંટકાવ કરવામાં આવે છે.

સેનેટરી વિભાગ દ્વારા શહેરીજનોની ટેલિફોનીક ગંદકી બાબતની ફરીયાદો જેવી કે કચરા નિકાલની ફરીયાદ, મૃત્યુ થયેલ પ્રાણીના નિકાલની ફરીયાદ, રખડતા ઢોર પકડવાની ફરીયાદ તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.

સેનેટરી વિભાગ દ્વારા હાલમાં ચાલી રહેલ કોવીડ-૧૯ ની મહામારીમાં શહેરીજનોમાં રોગચાળો ન ફેલાય તે માટે સેનેટાઈઝેશનની કામગીરી, સોશિયલ ડિસ્ટસીંગ જાળવવાની કામગીરી, કોવીડ-૧૯ ના દર્દીઓનો કચરો ડોર ટુ ડોર કલેક્શન કરવાની કામગીરી કરવામાં આવે છે.

શહેરના નાગરીકોમાં સ્વચ્છતા બાબતે લોક જાગૃત્તિ લાવવા માટે ડોર ટુ ડોર કલેક્શન ટ્રીપર પર સ્વચ્છતા બાબતની ઓડીયો ક્લિપ બનાવીને ઝીંગલ વગાડવામાં આવે છે.

શહેરીજનોના ઘરે એકઠો થતો કચરો જેવો કે ભીનો સૂકો કચરો અલગ અલગ રાખવા માટે નગરપાલિકા દ્વારા ભીના કચરા માટે લીલા રંગની તેમજ સૂકા કચરા માટે વાદળી રંગની ડસ્ટબીન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.

મહેસાણા નગરપાલિકાની સેનેટરી શાખા દ્વારા નોટીફિકેશન બહાર પાડેલ છે જેઓને પોતાના ઘરનો કાટમાળ, મલબો વગેરે ભરાવો હોય તે સેનેટરી શાખામાં કે નજીકની વોર્ડ ઓફીસ ખાતે પ્રતિ ફેરા દીઠ રૂ.૫૦૦/- ની પાવતી ફડાવાથી નગરપાલિકા દ્વારા ઉપાડી લેવામાં આવે છે.

સેનેટરી વિભાગ દ્વારા બાયલોઝ મુજબ કરવામાં આવતી કાર્યવાહી

મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ૫૦mmમાઈક્રોન થી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટીક બેગો પર પ્રતિબંધ ફરમાવામાં આવેલ છે. જો આવી પ્રતિબંધીત વસ્તુંનું વેચાણ કરતા પકડાય તેવા વેપારીઓને પ્લાસ્ટીક બાયલોઝ મુજબ દંડનીય / પ્લાસ્ટીક જપ્તી કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

મહેસાણા નગરપાલિકા વિસ્તારના સેનીટેશન વોર્ડના જાહેર રસ્તાઓપર છુટ્ટો કચરો નાંખીને ગંદકી કરતા ઈસમો ને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ વોર્ડ મુકાદમ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.
સેનેટરી વિભાગના સેનીટેશન વોર્ડ

અ.નં.

વોર્ડ મુકાદમનું નામ

વોર્ડનું નામ

મોબાઈલ નંબર

હસમુખભાઈ ગઢવી ગોપીનાળા વોર્ડ ૬૩૫૯૦૧૭૧૭૫
જયદેવભાઈ બારોટ(આઉટસોસીંગ) બિલાડી બાગ વોર્ડ ૯૮૯૮૫૫૯૫૨૨
ગોપાલજી ભીલ પરા વોર્ડ ૬૩૫૯૦૧૭૧૭૩
જયંતીભાઈ પટેલ સ્ટેશન વોર્ડ ૬૩૫૯૦૧૭૧૭૬
મિહિરભાઈ નાયક(આઉટસોસીંગ) ગુદામ વોર્ડ ૭૩૮૩૧૬૯૨૮૪
ભરતભાઈ પટેલ પટવાપોળ વોર્ડ ૭૯૮૪૬૦૫૫૩૩
કૃપાલભાઈ બારોટ નાગલપુર વોર્ડ ૬૩૫૯૦૧૭૧૭૮
અમિતભાઈ બારોટ રાધનપુર વોર્ડ ૬૩૫૯૦૧૭૧૭૨

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039