NULM

દીન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવીકા મિશન (DAY-NULM)

(૧) સામાજીક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસ ઘટક

અસરકારક અને નિરંતર ધોરણે ગરીબી ઘટાડવા અને મહિલાઓને પગભર બનવવાના શુભાશ્ય થીબહેનોના સ્વ સહાય જૂથ ની રચના કરવામાં આવે છે. આ ઘટક અંતર્ગત ઓછામાં ઓછા ૧૦ બહેનો અને વધુમાં વધુ ૨૦ બહેનો ભેગા મળીને સ્વ સહાય જૂથની રચના કરવામાં આવે છે. આ જુથમાં ૭૦ % બહેનો BPL ધારક ફરજીયાત રાખવામાં આવે છે.

આ સ્વ સહાય જૂથનું બેંક સાથે જોડાણ કરાવી તેમની માસિક બચત કરાવવામાં આવે છે.

આ સ્વ સહાય જૂથો ને ત્રણ માસ પૂર્ણ થયે સમાજ સંગઠક દ્વારા ગ્રેડિંગ કરાવી ૧૦૦૦૦ (દસ હજાર) ની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવે છે.

આ સ્વ સહાય જૂથને બેંક સાથે જોડાણ કરાવી બેંક દ્વારા ઉદ્યોગ માટે લોન કરાવી આપવામાં આવે છે.બેંક ના વ્યાજદર માં ૭% ઉપરની વ્યાજુકીસહાય આપવામાં આવે છે.

જૂથની બહેનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.

સરકારશ્રી દ્વારા જાહેર થતી તમામ યોજનાઓની માહિતી આપવામાં આવે છે.

એક જ વિસ્તારમાં ચાલતા ૧૦ સ્વ-સહાય જૂથો ભેગા કરી એક એરિયા લેવલ ફેડરેશન (ALF) નીરચના કરવામાં આવે છે જેમાં ૫૦૦,૦૦૦ રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે.

સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટેની લિંક : Gujarat civil registration system :: Govt. Of Gujarat

૨) સ્વ રોજગાર કાર્યકમ:-

સ્વ રોજગાર વ્યક્તિગત લોન

એન.યુ.એલ.એમ યોજનાના સ્વ રોજગાર ઘટક હેઠળ શહેરી ગરીબ વ્યક્તિઓને ઉદ્યોગ સાહસ માટે વ્યક્તિગત વ્યાજુકી સહાય લોન રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીની નવો ધંધો પ્રસ્થાપિત કરવા તેમજ જુના વેપાર/ધંધામાં વધારો કરવામાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

સ્વ રોજગાર જુથ લોન

એન.યુ.એલ.એમ યોજનાના સ્વ રોજગાર ઘટક હેઠળ શહેરી ગરીબ વ્યક્તિઓને ઉદ્યોગ સાહસ માટે જુથ (જેમાં ઓછામાં ઓછા ૨ વ્યક્તિ) વ્યાજુકી સહાય લોન રૂ. ૧૦,૦૦,૦૦૦/- સુધીની નવો ધંધો પ્રસ્થાપિત કરવા તેમજ જુના વેપાર/ધંધામાં વધારો કરવામાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

સ્વ સહાય જૂથો(SHG)ને બેંક લિન્કેજ લોન:

એન.યુ.એલ.એમ યોજનાના સામાજિક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસ ઘટક હેઠળ શહેરી ગરીબ બહેનોના જુથ બનાવી અને માસિક બચત કરવામાં આવે છે. જે જુથનું અલગથી બચત ખાતું જે તે વિસ્તારની બેંકમાં ખોલી આપવામાં આવે છે આવા જૂથોને આંતરિક નાણાકીય જરૂરિયાત માટે બેંક સાથે જોડાણ કરી લોન સહાય પૂરી પાડવામાં આવે છે.

સ્વ રોજગાર ઘટક હેઠળ સબસીડી

સ્વ રોજગાર ઘટક હેઠળ મંજુર કરવામાં આવતા વ્યક્તિગત લોન અને જુથ લોન તેમજ સ્વ સહાય જૂથોને બેંક લિન્કેજને વ્યાજુકી સબસીડી સહાય ચૂકવામાં આવે છે. જેમાં સરકારશ્રી દ્વારા નક્કી કરેલ વ્યાજદર ૭% અને બેંક દ્વારા પાસ કરવામાં આવેલ વ્યાજદર વચ્ચેનો તફાવતની રકમ સબસીડી તરીકે ચુકવવામાં આવે છે.

સ્વ સહાય જૂથોને વધારાના ૩% સબસીડી

સ્વ સહાય જૂથોને બેંક લિન્કેજ દ્વારા લોન સહાય પૂરી પાડવામાં આવે છે તેમાં જુથ દ્વારા જો સમયસર હપ્તાની ચુકવણી કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા વધારાના ૩% સબસીડી રકમ ચુકવવામાં આવે છે.

બેંકો દ્વારા પોતાની બેંકમાં મંજુર થયેલ લોન કેશના સબસીડી ક્લેમની માહિતી દર માસે રજુ કરેલ એનેક્ષર પ્રમાણે ભરી નગરપાલિકામાં જમા કરવાની હોય છે જે સબસીડી ક્લેમ નગરપાલિકા દ્વારા ક્વોટરલી ચુકવણી કરી આપવામાં આવે છે.

મુદ્રા લોન:

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નવો વેપાર/ધંધો પ્રસ્થાપિત કરવા માટે બેન્કમાંથી શિશુ, તરુણ અને કિશોર ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે. જેમાં કોઈ સબસીડીનો લાભ આપવામાં આવતો નથી પણ સરકારશ્રીના કોન્વેર્જન ઓફ મુદ્રા ઈટું સ્વ રોજગાર ઘટક, એન.યુ.એલ.એમ ના પરિપત્રથી શહેરી વિસ્તામાંમાં મંજુર થયેલ ૨૦૦,૦૦૦ સુધીના મુદ્રા લોન કેસ સ્વ રોજગાર ઘટક લઇ અને સબસીડીનો લાભ આપી શકાય છે.

૩) કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ દ્વારા રોજગારી :-

આ ઘટક અંતર્ગત શહેરી ગરીબ વ્યક્તિઓના કૌશલ્ય વિકસવા ક્ષમતા સંબંધી તાલીમ અને પ્લેસમેન્ટ પૂરો પાડવામાં આવે છે.

સદર તાલીમ આપવા માટે સંસ્થાઓ સાથે MOU ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. તેમજ SSC(Sector skill council) દ્વારા માન્ય કોર્ષની તાલીમ પૂરી પાડવામાં આવે છે અનેSSC દ્વારા પ્રમાણીકરણ કરવી લાભાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ એજન્સીઓએ લાભાર્થીઓને વેતનદરે રોજગાર અથવા સ્વ રોજગાર આપવામાં આવે છે.

૪) ઘર વિહોણા શહેરીજનો માટે આશ્રયની યોજના :-

ઘર વિહોણા શહેરીજનો માટે આશ્રયની યોજના (શેલ્ટર ફોર અર્બન હોમલેસ) નો મુખ્ય ઉદેશ સમાજના અતિ ગરીબ વર્ગને આશ્રય અને તમામ આવશ્યક સેવાઓ પૂરી પડવાનો છે.

આ ઘટક અંતર્ગત ઘર વિહોણા લોકો કે જેઓ રસ્તા ઉપર ખુલ્લી જગ્યામાં રહે છે તેમના માટે આશ્રયો કાયમી, બારમાસી ૨૪×૭ આવાસો બનાવવાનો છે.

ભારત સરકાર આશ્રયસ્થાનોનાં બાંધકામના ખર્ચના ૭૫ ટકા પૂરું પાડશે બાકીના ૨૫ ટકાનો હિસ્સો રાજ્ય સરકારે આપવાનો રહેશે જેમાં રાજ્ય સરકારે હિસ્સા તરીકે જમીન લાવવાની જવાબદારી રહેશે.

૫) શહેરી ફેરિયાઓને સહાય:-

આ ઘટક અંતર્ગત ફેરિયાઓની મોજણી (સર્વે) કરવી, ફેરિયાઓને નોધણી કરી ઓળખ કાર્ડ આપવામાં આવે છે.

આ યોજનાનો મુખ્ય હેતુ ફેરીની પ્રવૃત્તીના નિયમનનો છે. જે માટે ટ્રાફિક, સ્વચ્છતાના તેમજ ફેર્રીયાઓની પ્રવૃત્તિને કરણે ઉદભવતા પ્રશ્નોને ધ્યને લઈ વેન્ડીંગ ઝોન બનાવી ફેરિયાઓને કાયમી ધોરણે રોજગારીનું સ્થળ પૂરું પડવાનો છે.

આ ઘટક અન્વયે “સ્ટ્રીટ વેન્ડીંગ એક્ટ ૨૦૧૪” અમલીકરણમાટેની જોગવાઈ પણ કરેલ છે.જે અન્વયે નગરપાલિકા કક્ષાએ TVC (ટાઉન વેન્ડિંગ કમીટી) ની રચના કરેલ છે.

(૬) PM SWanidhi :-

COVID-19 ની પરિસ્થિતિને કરણે ફેરિયાઓની રોજગારી છીનવાઈ ગઈ જે બાબતને ધ્યાને લઈ પ્રધાનમંત્રી આત્મનિધી (PM SWAnidhi) યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત શહેરના ફેરિયાઓને ૧૦,૦૦૦ રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડવામાં આવે છે.

જે ફેરિયાએ ૧૦,૦૦૦/- રૂપિયાની લોન ભરપાઈ કરેલ છે તેમને ૨૦,૦૦૦/- રૂપિયાની લોન આપવામાં આવે છે.

આ લોન માં ૭% વ્યાજમાં સબસીડી આપવામાં આવેલ છે.

તેમજ ડીઝીટલાઝેશન ને વધારવાના હેતુથી દર મહિને ૫૦ કે તેથી વધુ ડીજીટલ ટ્રાન્ઝેક્શન પર ૧૦૦ રૂપિયાના કેશબેકની પણ જોગવાઈ કરવામાં આવેલ છે.

મેનેજરશ્રી

1. UCD SAMAJ SANGATHAK DINESH CHAUDHRY 8200119795
2. UCD SAMAJ SANGATHAK HARSHAD PRAJAPATI 9974613004
3. NULM MANAGER VIKRAM GADHAVI 7573014651
4. NULM MANAGER NAYAN GOSWAMI 9924586753
5. NULM SAMAJ SANGATHAK HEENA PATEL 9904000431
6. NULM SAMAJ SANGATHAK ASWIN RABARI 9825317516
7. NULM SAMAJ SANGATHAK HITENDRA CHAUDHARY 7623801001

(૭) મુખ્યમંત્રી મહિલા ઉત્ત્કર્ષ યોજના:-

માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા મહિલાઓને પગભર બનાવવાના હેતુથી સદર યોજના જાહેર કરેલ છે. જેમાં ૧૦ બહેનોનું મંડળ બનાવી તેમનું કો-ઓપરેટીવ બેંકોમાં ખાતું ખોલાવવામાં આવે છે. ત્યારબાદ તેમને પગભર બનાવવાના હેતુથી ૧,૦૦,૦૦૦/- રૂપિયા વિના વ્યાજની લોન આપવામાં આવે છે.

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039