મહેસાણાની વિશિષ્ટતાઓ

(૧) રાજ મહેલ :-

ભારતના ગુજરાતના મહેસાણામાં આવેલો એક મહેલ રાજમહેલછે. બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા ૧૯૦૪માં બંધાવાયેલ આ મહેલ પહેલાં સરકારી કચેરી તરીકે વપરાતો હતો અને ત્યારપછી ૨૦૧૭ સુધી જિલ્લા અદાલત તરીકે ઉપયોગમાં લેવાતો હતો. તેમાં ત્રણ માળ અને કુલ ૧૩૦ ઓરડા છે.

આ મહેલ 30,322.64 square feet (2,817.065 m2) માં ફેલાયેલો છે. તેમાં ત્રણ માળ અને કુલ ૧૩૦ ઓરડા છે. ભોંયતળિયે ૭૦ ઓરડા, પહેલા માળે ૫૫ ઓરડા અને બીજે માળે પાંચ ઓરડા છે. આ મહેલને ડુંગળીના આકારનો એક વિશાળ ગુંબજ અને તેવા જ આકારના આઠ નાના ગુંબજ અને એ ઉપરાંત પિરામિડ આકારના આઠ નાના ગુંબજ છે.

ગાયકવાડે વડોદરા પર વિજય મેળવ્યો અને ૧૭૨૧માં બરોડા રાજ્યની સ્થાપના કરી. તેઓએ ઉત્તર ગુજરાતમાં તેમના શાસનનો વિસ્તાર કર્યો અને પાટણને તેના વહીવટી મુખ્યમથક તરીકે સ્થાપિત કર્યું. પાછળથી કડીને મુખ્યમથક બનાવવામાં આવ્યું. ૧૮૮૭માં મહેસાણાને ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે દ્વારા જોડવામાં આવતા મુખ્યમથક મહેસાણા ખસેડવામાં આવ્યું.

૧૮૯૯-૧૯૦૦ના દુષ્કાળ (છપ્પનિયા દુકાળ) દરમિયાન જાહેર રાહતકાર્ય તરીકે, સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ૧૯૦૪ (વિક્રમ સંવત ૧૯૫૬)માં ₹૪,૪૩,૫૩૨ (US $ ૬,૨૦૦)ના ખર્ચે રાજમહેલ બનાવડાવ્યો. તેની સ્થાપત્યરચના અંગ્રેજ સ્થપતિ ફ્રેડરિક વિલિયમ સ્ટીવેન્સ દ્વારા કરવામાં આવી હતી. તેમના પુત્ર ફતેહસિંહરાવ ગાયકવાડના વપરાશ ઇરાદે મહેલનું નિર્માણ થયું હતું; પરંતુ ટૂંક સમયમાં ફતેહસિંહરાવનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ મહેલને નગરપાલિકાના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ૧૯૬૦માં નવા બનેલા મહેસાણા જિલ્લાના મુખ્યમથક તરીકે આ ઈમારતની પસંદગી કરવામાં આવી, તે સમયે સરકાર દ્વારા આ મહેલને કલેક્ટર કચેરી તરીકે વાપરવા ભાડે લેવામાં આવ્યો હતો. બાદમાં તેનો ઉપયોગ વર્ષ ૨૦૧૭ સુધી જિલ્લા અદાલત તરીકે થતો હતો. આ મહેલ ત્યારથી ઉપયોગમાં નથી અને ગાયકવાડ પરિવાર તેનો કબજો મેળાવવા માટે અદાલતમાં કાર્યવાહી ચલાવી રહ્યો છે. તેને હેરિટેજ હોટલ તેમજ સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાની તેમની દરખાસ્ત છે.

(2) ૭૨ કોટાની વાવ :-

પરા વિસ્તારના ભીમનાથ મહાદેવ મંદિર નજીક આવેલી છે. તે ઇંટો અને રેતીના પત્થરોથી બાંધવામાં આવી છે. તે ૧૪થી ૧૫ મીટર (૪૦થી ૫૦ ફૂટ) લાંબી અને અગિયાર માળ ઉંડી છેસાથે જ બે જોડિયા કૂવા છે. તેમાં ૭૨ કોઠા આવેલ હોવાથી તે બોતેર કોઠાની વાવ તરીકે ઓળખાય છે.

મુગલ બાદશાહ ઔરંગઝેબના શાસન દરમિયાન વાવનું નિર્માણ કરાયું હતું. સંવત ૧૭૩૧ (ઇ.સ. ૧૬૭૪)નો ફારસી અને દેવનાગરી લિપિમાં લખેલો શિલાલેખ જણાવે છે કે શ્રીમાળી જ્ઞાતિની લઘુ શાખાના શાહ ગોકળદાસ અને તેમની માતા માણબાઈ દ્વારા લોકકલ્યાણ માટે વાવ બાંધવામાં આવી હતી.

ગાયકવાડ શાસન દરમિયાન આ વાવનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવેલું. ત્યારપછી આ વાવ ઉપેક્ષિત રહેતા પ્રદૂષિત બની ગઈ હતી. મહેસાણા નગરપાલિકા દ્વારા તેને ૨૦૧૩માં સાફ કરવામાં આવી હતી. ૨૦૨૦માં તેને ફરીથી સાફ કરવામાં આવી હતી અને તેના પાણીનો ઉપયોગ બગીચાઓમાં કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

(3) દૂધ સાગર ડેરી :-

દુધસાગર ડેરી મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના મુખ્ય મથક મહેસાણા શહેરમાં આવેલી એશિયા ખંડની સૌથી મોટી ડેરી છે. આ ડેરી દુધ ઉત્પાદકો દ્વારા સહકારી ધોરણે ચલાવવામાં આવે છે. આ ડેરીનું કાર્યક્ષેત્ર મહેસાણા તેમ જ પાટણ જિલ્લો છે. દુધ ઉત્પાદન ઉપરાંત આ ડેરી પશુ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પશુઓના દાણનું વિતરણ, માંદા પશુઓની સારવાર, પશુપાલન વિશે માર્ગદર્શન, સંવર્ધનની કામગીરી જેવાં કાર્યો પણ કરે છે.

(4) પરા તળાવ :-

મહેસાણા શહેરમાં જુનું અને જાણીતું એટલે કે પરા તળાવ જે વર્ષો પહેલા ગાયકવાડ શાસન દરમિયાન તળાવનું ખોદકામ કરાયું હતું. તે આશરે ૯૫૦ ચોરસ મીટર (૧૦,૨૦૦ ચોરસ ફૂટ) ના ક્ષેત્રમાં ફેલાય છે.આ તળાવ પહેલા માત્ર એક પરા તળાવ તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતું મહેસાણા નગરપાલિકા દ્વારા આ તળાવની નવી ઓળખ આપવા માટે ૨૦૦૭ માં સુંદરકરણ તેમજ પુનવિકાસ માટે કામગીરી હાથ ધરવામાં આવી. આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાત વિધાનસભાના તત્કાલીન સભ્યશ્રી ડૉ.અનિલભાઈ પટેલના હસ્તે શરૂ કરવામાં આવી હતી. અને આ પરા તળાવની આગવી ઓળખ તરીકે પરા તળાવ નામ ની બદલે સ્વામી વિવેકાનંદ લેક તરીકે નામકરણ કરવામાં આવેલ. ત્યારબાદ આ તળાવની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં બાળકો માટે ગાર્ડન, રમત ગમતના સાઘનો, ટ્રોય ટ્રેન મારફતે તળાવની મુસાફરી તેમજ તળાવમાં બોટીંગ વગેરે બાળકો આનંદમાણી શકે તેવી ગેમ્સ તે માટેના સાધનો ગોઠવવામાં આવેલ તથા નાગરીકો માટે વોકિંગ એક્યુપંચર ટ્રેક, ગાર્ડન વગેરે સુવિધાઓ મહેસાણા નગરપાલિકા દ્વારા આ તળાવની પુનવિકાસની કામગીરીમાં આવરી લઈને શહેરને એક સુદર પ્રવાસીય/પીકનીક સ્થળ તરીકે રમણીય બનાવેલ છે. મહેસાણા નગરપાલિકા દ્વારા આ તળાવનો પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ માન.નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કરી તા.૦૪/ઓગસ્ટ/૨૦૧૯ ના રોજ મહેસાણા શહેરના નગરજનો/ નાગરીકો માટે ખુલ્લું મુકવામાં આવેલ.હાલના સમયમાં પણ શહેરના બાળકો/નાગરીકો માટે એક પર્યટણ સ્થળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.જેના ફોટોગ્રાફ્સ નીચે મુજબ છે.

(૫) સિમંધર જૈન દેરાસર :-

https://www.simandhartirth.com/the-temple/ આ વેબસાઈટ પરથી વધુ માહિતી મેળવી શકાશે.

(6) તોરણવાળી માતાજી મંદિર :-

નાનકડા ગામમાંથી આજે લાખોની વસતી ધરાવતું મહેસાણા શહેર મંગળવારે ૬૫૪મા જન્મ દિવસમાં પ્રવેશ્યું છે. પૂંજાજી ચાવડાના વંશજ એવા મેસાજી ચાવડાએ વક્રિમ સંવત ૧૪૧૪ અને ઇ.સ.૧૩૫૮માં ભાદરવા સુદ-૧૦ના શુભ દિવસે ‘મેસાણા ગામ’નું તોરણ બાંધ્યું હતું. ચાવડા વંશજ બાદ ગાયકવાડી સ્ટેટમાં આવ્યું. કાળક્રમે ‘મેસાણા’ ગામ ‘મહેસાણા નગરમાં ફેરવાયું. આજે સાડા છ સૈકા વટાવી ચૂકેલું નગર ચોમેર વિકસ્યું છે ત્યારે અગાઉ પણ મેસાણામાં જાહોજહાલી હતી. બ્રહ્નભટ્ટ સહિત અન્ય વિવિધ જ્ઞાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહેતા હોવાનું કહી વડવાઓએ ભૂતકાળ વાગોળતાં જણાવ્યું કે, આજે પણ સમાજમાં ફરજિયાત શિક્ષણની વાતો ઘણે અંશે સરકારી ચોપડે જ રહી છે, ત્યારે એ સમયે શિક્ષણ ફરજિયાત હતું અને બાળકો મોટા થાય કે એમને શાળામાં મોકલી દેવાતા હતા.

તોરણવાળી મંદિર ‘માઇલસ્ટોન’

તોરણવાળી માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપભાઇ બારોટ આનંદ સાથે જણાવે છે કે, મહેસાણાના સાક્ષી સમાન માતાજીના મંદિર મંદિર આજે પણ જેમનું તેમ છે. માતાજીની ગજસવારી આરૂઢ શાલીગ્રામ પત્થરમાંથી કંડારેલી મૂતિg પણ જેની તેજ છે. સ્થાપનાથી આજે અહીં અખંડ જયોત ઝળહળે છે. ભાદરવા સુદ-૧૦ના દિવસે પ્રતિ વર્ષે ઊજવણી કરવામાં આવે છે. આ દિવસે હવન સાથે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને બ્રહ્નભટ્ટ સમાજના ભાઇઓ સાથે પ્રસાદ લઇ ઉજવણી કરે છે. મંદિર આજે પણ જેમનું તેમ છે. તેમાં કશો જ ફેરફાર કરાયો નથી. માતાજીની ગજસવારી આરૂઢ શાલીગ્રામ પત્થરમાંથી કંડારેલી મૂતિg પણ જેની તેજ છે. સ્થાપનાથી આજે અહીં અખંડ જયોત ઝળહળે છે.

મેસાણામાંથી મહેસાણા શું છે ઈતિહાસ તળાવ ઉપર બગીચો!

રેલવેમાં નોકરી કરી ત્રણેક દાયકા પૂર્વે નિવૃત્ત થયેલા ૮૨ વર્ષિય જગÌાાથભાઇ બારોટ કહે છે કે, મેસાજી ચાવડાની સાથે મેંસાણામાં પાધરીયા (બ્રહ્નભટ્ટ) આવ્યા હતા. એ વખતે બ્રહ્નભટ્ટોનો સિતારો હતો અને અંદાજે ૧૬૦૦ વીઘા વિસ્તારમાં બ્રહ્નભટ્ટોની જાગીરી હતી. સમયની સાથે નગરનો વિકાસ થતાં અન્ય જ્ઞાતિના ભાઇઓ આવ્યા હતા. શહેરમાં આજે જયાં અરવિંદ બાગ છે ત્યાં એક સમયે શિહોર નામનું તળાવ હતું અને એની બાજુમાં માતાજીનું મંદિર છે. જયાં આજે પણ પ્રાચીન રીતરીવાજ મુજબ બ્રહ્નભટ્ટ યુવકોના લગ્ન બાદ છેડા છુટે છે.

શિક્ષણ ફરજિયાત હતું

શહેરના પરા વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષિય ત્રભિોવનદાસ પટેલ ભૂતકાળ વાગોળતાં કહે છે કે, આજથી સાતેક દાયકા પૂર્વે મહેસાણામાં માંડ ૧૦થી૧૨ હજારની વસતી હશે. નગરમાં ચોકસી બજાર વિસ્તારમાં ચોકસી, કરિયાણા અને કાપડની આંગળીના વેઢે ગણી શકાય એટલી દુકાનો હતી. ખેતી ઉપર નભતા આ નગરમાં એ વખતે શિક્ષણ માથે તપતું હતું. ગાયકવાડ દ્વારા શિક્ષણને ખાસ મહત્વ અપાતું હતું અને બાળક મોટું થાય એટલે એને ફરજિયાત સ્કૂલ મોકલી દેવાતું.

ભાદરવા સુદ દશમે મેસાણાનું તોરણ બંધાયું

પૂંજાજી પછી પાટવી કુંવર મેસાજી ગાદીએ બેઠા. તેમણે પોતાના નામથી ઇ.સ ૧૩૫૮માં ભાદરવા સુદ-૧૦ના શુભ દિવસે તોરણ બાંધી મેસાણા ગામ નવિન વસાવ્યું તેમજ તેમના માતૃશ્રી પદમાવતીએ પોતાના નામથી પદમસાગર નામે તળાવ બંધાવ્યું હતું.

અલાઉદ્દીને પૂંજાજી ચાવડાને ૩૦૦ ગામ બક્ષીસ આપ્યા

વનરાજ ચાવડાથી સાતમી પેઢીએ સામંતસિંહ થયા. તેમના અહીપત નામે કંુવરીથી પંદરમી પેઢીએ પૂંજાજી ચાવડા થયા. વહિલ બહારવટીયાને મારવાના કારણથી બાદશાહ અલાઉદ્દીને ખુશ થઇને પૂંજાજી ચાવડાને ત્રણસો ગામ બક્ષીસ આપ્યા. તેમણે અંબાસણમાં ગાદી સ્થાપી દેવરાસણ તથા શોભાસણ ગઢવી ચારણોને બક્ષીસ આપ્યા. પુંજાજી ઇ.સં. ૧૩૪૨માં મરણ પામ્યા.

મેસાણાના સ્થાપક વનરાજ ચાવડાના વંશજ હતા

લખાયેલા ઈતિહાસ મુજબ, ચાવડા વંશજનો ઈતિહાસ વનરાજ ચાવડાથી શરૂ થાય છે. તેણે વક્રિમ સંવત ૮૦૨ના ચૈત્ર સુદ-૨માં પંચાસર નજીક અણહીલવાડ પાટણ (અનાવાડા પાટણ)ની સ્થાપના કરી હતી. વનરાજ ચાવડાના વંશજો દ્વારા મેસાણાની સ્થાપના થઇ હતી.

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039