સંક્ષિપ્ત પરિચય

મહેસાણા નગરની સ્થાપના તથા વિકાસ યાત્રા

પ્રસ્તાવના

મહેસાણા શહેર એ ર૩.ર થી ર૪.૯ ઉત્તર અક્ષાંશ તથા ૭ર.ર૬ થી ૭ર.પ૧ પુર્વ રેખાંશ વચ્ચે આવેલ ગુજરાત રાજયના તેત્રીસ જીલ્લા પૈકીના મહેસાણા જીલ્લાનું મુખ્ય શહેર છે. આઝાદી પુર્વ મહેસાણા શહેરે વડોદરા રાજયના કડી પ્રાન્તનું એક મહત્વનું શહેર હતું તથા રાજયના અન્ય શહેરોની સરખામણીએ ઉંચુ સામાજિક સ્તર ધરાવતું શહેર હતું.

મહેસાણા શહેર એ અમદાવાદ-દિલ્હી ધોરીમાર્ગ પર અમદાવાદથી ૭પ કી.મી.ના અંતરે દરીયાની સપાટીથી ૩૭પ ફુટની ઉંચાઈએ આવેલ શહેર છે. એક માન્યતા મુજબ મહેસાણા શહેરની સ્થાપના વિક્રમ સંવત-૧૪૧૪ સને.૧૩પ૮ ના ભાદરવા સુદ-૧૦ ના રોજ મેસાજી ચાવડાએ પોતાના નામ ઉપરથી મહેસાણા ગામનું તોરણ બાંધી કરી હતી.જેઓ વનરાજ ચાવડા વંશના વંશજ હતા. આ ચાવડા વંશ ચામુંડા દેવીના પુજકો હતા. તથા રેલ્વે સ્ટેશન પાસે એક મંદિરની સ્થાપના કરી હતી.જે આજની તારીખે તોરણવાળી માતા મંદિર તરીકે પ્રસિધ્ધ છે.

મહેસાણા શહેરએ જિલ્લા મુખ્ય મથકની સાથેસાથે સહકારી પ્રવૃત્તિ દ્વારા ચાલતી દુધ સાગર ડેરી, ઓ.એન.જી.સી.તથા રેલ્વે ઉદ્યોગના મહત્વના જંકશનના કારણે દેશના નકશામાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.મહેસાણા શહેર ખેતી તથા ઉદ્યોગના કારણે પણ રાજયમાં મહત્વનું સ્થાન ધરાવે છે.મુંબઈ રાજય વખતે પણ શ્રીમંત ગાયકવાડ સરકારની હુકુંમત હેઠળના મહેસાણા તથા કડી ખુબજ મહત્વ ધરાવતા શહેરો હતા.મહેસાણા ખાતે શ્રીમંત સાયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પોતાના પુત્ર શ્રીમંત ફતેહસીંહ રાવ માટે વિક્રમ સંવત-૧૯પ૬ માં રાજ મહેલ બંધાવ્યો હતો.હાલ આ રાજમહેલની ઈમારત ડીસ્ટ્રીકટ કોર્ટ તરીકે વપરાશમાં લેવામાં આવતી હતી.

મહેસાણા નગરપાલિકાની સ્થાપના તા.૦૧/૦૭/૧૯૧૯ સને.૧૯૧૯-ર૦ માં થયેલ છે. તા.૦૧/૦૮/૧૯૪૯ થી વડોદરા રાજયનું મુંબઈ રાજયમાં વિલિનીકરણ થયા પછી ”ધી બોમ્બે ડીસ્ટ્રીકટ મ્યુનિસિપલ એકટ-૧૯૦ર” અન્વયે વહીવટ ચલાવવામાં આવતો તા.૦૧/૦૧/૧૯૬પ થી ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ અમલમાં આવતા સદરહું નિયમ અન્વયે નગરપાલિકાનો વહીવટ ચલાવવામાં આવે છે.

  • મહેસાણા નગરપાલિકા કુલ વસ્તી (૨૦૧૧ મુજબ) :- ૧,૮૪,૯૯૧
  • કુલ પુરૂષોની સંખ્યા :- ૯૭,૪૪૦
  • કુલ સ્ત્રીઓની સંખ્યા :- ૮૭,૫૫૧
  • વોર્ડ દીઠ સરેરાશ વસ્તી :- ૧૬,૮૧૭
  • કુલ મતદારોની સંખ્યા :- ૧,૫૩,૨૪૫
  • કુલ વોર્ડની સંખ્યા :- ૧૧ વોર્ડ
  • કુલ બેઠકો સંખ્યા :- ૪૪
  • સ્ત્રી અનામત બેઠકો :- ૨૨
  • અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા :- ૦૫ તે પૈકી ૦૨ સ્ત્રી બેઠક
  • અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા :- ૦૧ તે પૈકી-સ્ત્રી બેઠક
  • પછાત વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા :- ૦૪ તે પૈકી ૦૨ સ્ત્રી બેઠક
  • કુલ અનામત બેઠકો :- ૨૮
  • સામાન્ય બેઠકો :- ૧૬

ક્રમ નં

વોર્ડ નંબર

વસ્તીની સંખ્યા

વોર્ડ નંબર-૧ ૧૭૬૮૩
વોર્ડ નંબર-૨ ૧૮૩૭૦
વોર્ડ નંબર-૩ ૧૮૧૫૬
વોર્ડ નંબર-૪ ૧૫૩૨૨
વોર્ડ નંબર-૫ ૧૫૨૪૫
વોર્ડ નંબર-૬ ૧૬૪૨૦
વોર્ડ નંબર-૭ ૧૬૩૮૦
વોર્ડ નંબર-૮ ૧૮૨૯૦
વોર્ડ નંબર-૯ ૧૭૩૦૯
૧૦ વોર્ડ નંબર-૧૦ ૧૫૬૫૨
૧૧ વોર્ડ નંબર-૧૧ ૧૬૧૬૪
કુલ વસ્તીની સંખ્યા (૨૦૧૧) મુજબ ,૮૪,૯૯૧

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039