યુ.સી.ડી.

મહેસાણા નગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં યુસીડી વિભાગ પણ મહત્વનો વિભાગ છે. યુસીડી વિભાગની શરૂઆત સને વર્ષ -૧૯૭૭માં થઇ હતી.યુસીડી વિભાગમાં શહેરી ગરીબ લાભાર્થીઓના વિકાસ માટેની કામગીરી કરવામાં આવે છે.

યોજનાઓના નામ :-
  • શહેરના વૃધ્ધો માટે વૃદ્ધ પેન્શન યોજના.
  • વિધવા બહેનો માટે વિધવા સહાય યોજના.
  • ઝુંપડપટ્ટી વિસ્તારોમાં ઝુંપડા વીજકરણ યોજના.
  • રાષ્ટ્રીય કુંટુંબ સહાય યોજના
  • ચિરંજીવી યોજના
  • જનની સુરક્ષા યોજના

ઉપરોક્ત યોજનાઓ સિવાય મહેસાણા નગરપાલિકાની યુસીડી શાખામાં શિવણના તાલીમ વર્ગો પણ ચલાવવામાં આવે છે. શીવણવર્ગની તાલીમાર્થી બહેનોને આર્થિક રીતે પગભર થવા માટે સરકારશ્રીની માનવ ગરિમા યોજના અન્વયે શિવણના મશીનો મળે તે માટેના ફોર્મ પણ ભરવામાં આવે છે, અને તે માટે જરૂરી શીવણ ક્લાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યેથી પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.

મહેસાણા નગરપાલિકાના યુસીડી વિભાગમાં શહેરની બહેનોને આર્થીક રીતે પગભર બનાવવા માટે અને ગૃહઉદ્યોગ કરવા માટે સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવે છે. જેના થકી બહેનોમાં બચત કરી પોતાના કુટુંબની આર્થિક મદદ કરવા માટે પણ જાગૃત કરવામાં આવે છે.

આમ, મહેસાણા નગરપાલિકાનાં જુદા જુદા વિભાગોની જેમ યુસીડી વિભાગ પણ શહેરી ગરીબ લાભાર્થીઓના વિકાસ માટે સૌથી મહત્વનો વિભાગ છે.

અ.નં.

વિભાગના કર્મચારીનું નામ

હોદ્દો

મોબાઇલ નંબર

દિનેશભાઇ વાઘજીભાઇ ચૌધરી કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર ૮૨૦૦૧૧૯૭૯૫
હર્ષદકુમાર દશરથલાલ પ્રજાપતિ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર ૯૯૭૪૬૧૩૦૦૪

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039