જન્મ મરણ

જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થાપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે. જો ઘરમાં બનાવ બન્યો હોય તો, રજિસ્ટ્રાર (જન્મ-મરણ) ને જન્મ અને મરણના બનાવની જાણ કરવાની જવાબદારી કુટંબના વડાની છે. હોસ્પિટલો, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, વગેરે ખાતે બનતાં જન્મ અને મરણના બનાવની સબંધિત રજીસ્ટ્રાર (જન્મ-મરણ) ને જાણ કરવાની જવાબદારી જે તે સંસ્થાના ઇનચાર્જ અધિકારીની છે. જન્મ કે મરણનો બનાવ જ્યાં બન્યો હોય તેજ વિસ્તારમાં તેની નોંધણી થાય છે. જન્મની નોંધણી માટે ફોર્મ નં. ૧, મરણની નોંધણી માટે ફોર્મ નં. ૨ અને મૃત જન્મની નોંધણી માટે ફોર્મ નં. ૩નો ઉપયોગ કરવામાં આવે છે.

સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટેની લિંક : Gujarat civil registration system :: Govt. Of Gujarat

જન્મની નોંધ કરાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
  • બાળકના જન્મની નોંધ ૨૧ દિવસની અંદર કરાવવાની હોય છે.
  • જો ૨૨ દિવસ થી ૩૧ દિવસ સુધી ૫રૂ. લેટ ફી લઈને નોંધ કરવામાં આવે છે.
  • ૧ મહિનાથી ૧૨ મહિના સુધી જીલ્લા પંચાયત રજીસ્ટ્રાર દ્વારા નોંધ કરવામાં આવે છે.
  • ૧ વર્ષ થી ઉપર નામદાર કોર્ટનો હુકમ માન્ય રાખી નોંધ કરવામાં આવે છે.

બાળક નું નામ ૧૫ વર્ષ સુધી લખાવી શકાય છે.
બાળકનું નામ એક વાર લખાવ્યા પછી સુધરાવી શકાશે નહિ.

મરણની નોંધ કરાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
  • મૃત્યુ થયેલ વ્યક્તિની નોંધ ૨૧ દિવસની અંદર કરાવવાની હોય છે.
  • ૨૨ દિવસ થી ૩૧ દિવસ સુધી ૫રૂ. લેટ ફી લઈને નોંધ કરવામાં આવે છે.
  • ૧ મહિનાથી ૧૨ મહિના સુધી જીલ્લા પંચાયત રજીસ્ટ્રાર દ્વારા નોંધ કરવામાં આવે છે.
  • ૧ વર્ષ થી ઉપર નામદાર કોર્ટનો હુકમ માન્ય રાખી નોંધ કરવામાં આવે છે.

જન્મ મરણ સબ રજિસ્ટ્રાર સુરેશભાઈ ચૌધરી : મો.+91-9408729153

મહેસાણા નગરપાલિકા - જન્મ-મરણ નાં દાખલા માટેના ડોક્યુમેન્ટ

જન્મ (ઘરે થયેલ હોય તો)

  • ૩રૂ. કોર્ટ ફી ટીકીટ લગાવી.
  • માતા અથવા પિતા ઓળખ કાર્ડની ઝેરોક્ષ.
  • ફોર્મ- ૧ ભરવાનું રહેશે.

જન્મ (હોસ્પિટલમાં જન્મ થયેલ હોય તો)

  • ૩રૂ. કોર્ટ ફી ટીકીટ લગાવી.
  • માતા અથવા પિતા ઓળખ કાર્ડની ઝેરોક્ષ.
  • ડીલેવરી કાર્ડ / હોસ્પિટલકાર્ડ ની ઝેરોક્ષ.
  • અરજી ફોર્મ ભરવાનું રહેશે.

મરણ (ઘરે મરણ થયેલ હોય તો)

  • મરણ પામનાર વ્યક્તિનું ઓળખ કાર્ડની ઝેરોક્ષ
  • અરજદારની ઓળખકાર્ડ ઝેરોક્ષ
  • સ્મશાન / ક્બ્રસ્તાનની પાવતીની ઝેરોક્ષ.
  • મરણ નોંધનું ફોર્મ તથા ફોર્મ નં-૨ ભરવાનું રહેશે.

મરણ (હોસ્પિટલમાં મરણ થયેલ હોય તો)

  • ૩રૂ. કોર્ટ ફી ટીકીટ લગાવી.
  • મરણ પામનાર વ્યક્તિનું ઓળખ કાર્ડની ઝેરોક્ષ.
  • અરજદારની ઓળખકાર્ડ ઝેરોક્ષ
  • હોસ્પિટલની મરણની પાવતીની ઝેરોક્ષ.
  • અરજી ફોર્મ ભરવાનું રહેશે.

સુરેશભાઈ ચૌધરી
જન્મ –મરણ શાખા
મહેસાણા નગરપાલિકા અધિકારીશ્રી

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039