મહેસાણા નગરપાલિકા ગેરેજ શાખા દ્વારા મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં વ્હીકલો મારફતે વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવે છે જેવી કે શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટ્રીપર / ટ્રેક્ટર મોકલવામાં આવે છે. જાહેર રસ્તાઓની સફાઈ માટે રોડ સ્વીપર મોકલવા, શહેરમાં પીવાના પાણી માટે ટેન્કર મોકલી આપવા,અંતિમયાત્રા માટે મોક્ષ રથ મોકલી આપવી, મેલા ગંદા પાણી માટે ટેન્કર ની સુવિધા પુરી પાડવી જેવી કામગીરી ગેરેજ શાખા દ્વારા કરવામાં આવે છે.
અ.નં. |
સુવિધાઓ |
ફી |
૧ | મેલાપાણીના ટેન્કર/ ખારકુવાના પાણી ખેંચાવાની સુવિધા | ૩૦૦/-રૂ. (ફેરા દીઠ) |
૨ | પીવાના પાણીના ઘર વપરાશ માટે ટેન્કર | ૨૦૦/- (ફેરા દીઠ) |
બાંધકામ / કન્ટ્રક્શન ના વપરાશ માટે | ૩૫૦/- (ફેરા દીઠ) | |
૩ | મોક્ષ રથ (અંતિમયાત્રા વાન) સુવિધા | મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ફ્રી સેવા પુરીપાડવામાં આવે છે. મહેસાણા નગરપાલિકા હદ વિસ્તારની બહાર ૧ કિ.મી દીઠ ૮/-રૂ. ચાર્જ લેવામાં આવે છે. |