પરા તળાવ
મહેસાણા શહેરમાં જુનું અને જાણીતું એટલે કે પરા તળાવ જે વર્ષો પહેલા ગાયકવાડ શાસન દરમિયાન તળાવનું ખોદકામ કરાયું હતું. તે આશરે ૯૫૦ ચોરસ મીટર (૧૦,૨૦૦ ચોરસ ફૂટ) ના ક્ષેત્રમાં ફેલાય છે.આ તળાવ પહેલા માત્ર એક પરા તળાવ તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતું મહેસાણા નગરપાલિકા દ્વારા આ તળાવની નવી ઓળખ આપવા માટે ૨૦૦૭ માં સુંદરકરણ તેમજ પુનવિકાસ માટે કામગીરી હાથ ધરવામાં આવી. આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાત વિધાનસભાના તત્કાલીન સભ્યશ્રી ડૉ.અનિલભાઈ પટેલના હસ્તે શરૂ કરવામાં આવી હતી.અને આ પરા તળાવની આગવી ઓળખ તરીકે પરા તળાવ નામ ની બદલે સ્વામી વિવેકાનંદ લેક તરીકે નામકરણ કરવામાં આવેલ. ત્યારબાદ આ તળાવની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં બાળકો માટે ગાર્ડન, રમત ગમતના સાઘનો, ટ્રોય ટ્રેન મારફતે તળાવની મુસાફરી તેમજ તળાવમાં બોટીંગ વગેરે બાળકો આનંદમાણી શકે તેવી ગેમ્સ તે માટેના સાધનો ગોઠવવામાં આવેલ તથા નાગરીકો માટે વોકિંગ એક્યુપંચર ટ્રેક, ગાર્ડન વગેરે સુવિધાઓ મહેસાણા નગરપાલિકા દ્વારા આ તળાવની પુનવિકાસની કામગીરીમાં આવરી લઈને શહેરને એક સુદર પ્રવાસીય/પીકનીક સ્થળ તરીકે રમણીય બનાવેલ છે. મહેસાણા નગરપાલિકા દ્વારા આ તળાવનો પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ માન.નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કરી તા.૦૪/ઓગસ્ટ/૨૦૧૯ ના રોજ મહેસાણા શહેરના નગરજનો/ નાગરીકો માટે ખુલ્લું મુકવામાં આવેલ.હાલના સમયમાં પણ શહેરના બાળકો/નાગરીકો માટે એક પર્યટણ સ્થળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.જેના ફોટોગ્રાફ્સ નીચે મુજબ છે.