એમ્બ્યુલન સેવા
મહેસાણા નગરપાલિકા દ્વારા હાલમાં કાર્યરત એમ્બ્યુલન્સ સેવા મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ફ્રી સેવા પુરી પાડવામાં આવે છે.
તેમજ મહેસાણા નગરપાલિકા હદ વિસ્તાર બહાર ૧ કિ.મી દીઠ ૨/-રૂ. લઈ ને સેવા પુરી પાડવામાં આવે છે.
ડોર ટુ ડોર ગાર્બેજ વ્હીકલ
મહેસાણા નગરપાલિકાની સેનેટરી શાખા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન ટ્રીપર / ટ્રેક્ટર મારફ્તે કરવામાં આવે છે.
તેમજ શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ કરવામાં આવે છે.
મૃત પશુઓ:- મૃત પશુઓની ફરીયાદ આવે ત્યારે શક્ય હોય તેટલી તકે મૃત પશુઓને ખસેડવાની તજવીજ કરવામાં આવે છે.
અગ્નિશામક સેવા
મહેસાણા નગરપાલિકાની ફાયર શાખા દ્વારા આગ અને અકસ્માત સમયે ફોન નં. અથવા ૧૦૧ ઉપર માહિતી આપવાથી સેવા આપવામાં આવે છે.
તદ્દઉપરાંત રૂબરૂ આવી માહિતી આપવાથી સેવા આપવામાં આવે છે. કોઈ ફોર્મમાં અરજી કરવાની હોતી નથી.
મોક્ષ રથ (અંતિમયાત્રા વાન)
મહેસાણા નગરપાલિ દ્વારા અંતિમયાત્રા માટે અંતિમયાત્રા વાન મહેસાણા નગરપાલિકા હદ વિસ્તારમાં ફ્રી સેવા પુરી પાડવામાં આવે છે. તેમજ નગરપાલિકા હદ વિસ્તાર બહાર ૧ કિ.મી દીઠ રૂ. ૮/- લઈ ને સેવા પુરી પાડવામાં આવે છે.
પીવાના પાણીની ટેન્કર
મહેસાણા નગરપાલિકા દ્વારા પીવાના પાણીની સુવિધા માટે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ઘર વપરાશ માટે પાણીના ટેન્કરની સુવિધા રૂ.૨૦૦/- તેમજ અન્ય વપરાશ માટે રૂ.૩૫૦/- લઈને સેવા પુરી પાડવામાં આવે છે.