સંક્ષિપ્ત પરિચય

મહેસાણા નગરની સ્થાપના તથા વિકાસ યાત્રા

પ્રસ્તાવના

મહેસાણા શહેર એ ર૩.ર થી ર૪.૯ ઉત્તર અક્ષાંશ તથા ૭ર.ર૬ થી ૭ર.પ૧ પુર્વ રેખાંશ વચ્ચે આવેલ ગુજરાત રાજયના તેત્રીસ જીલ્લા પૈકીના મહેસાણા જીલ્લાનું મુખ્ય શહેર છે. આઝાદી પુર્વ મહેસાણા શહેરે વડોદરા રાજયના કડી પ્રાન્તનું એક મહત્વનું શહેર હતું તથા રાજયના અન્ય શહેરોની સરખામણીએ ઉંચુ સામાજિક સ્તર ધરાવતું શહેર હતું.

મહેસાણા શહેર એ અમદાવાદ-દિલ્હી ધોરીમાર્ગ પર અમદાવાદથી ૭પ કી.મી.ના અંતરે દરીયાની સપાટીથી ૩૭પ ફુટની ઉંચાઈએ આવેલ શહેર છે. એક માન્યતા મુજબ મહેસાણા શહેરની સ્થાપના વિક્રમ સંવત-૧૪૧૪ સને.૧૩પ૮ ના ભાદરવા સુદ-૧૦ ના રોજ મેસાજી ચાવડાએ પોતાના નામ ઉપરથી મહેસાણા ગામનું તોરણ બાંધી કરી હતી.જેઓ વનરાજ ચાવડા વંશના વંશજ હતા. આ ચાવડા વંશ ચામુંડા દેવીના પુજકો હતા. તથા રેલ્વે સ્ટેશન પાસે એક મંદિરની સ્થાપના કરી હતી.જે આજની તારીખે તોરણવાળી માતા મંદિર તરીકે પ્રસિધ્ધ છે.

મહેસાણા શહેરએ જિલ્લા મુખ્ય મથકની સાથે સાથે સહકારી પ્રવૃત્તિ દ્વારા ચાલતી દુધ સાગર ડેરી, ઓ.એન.જી.સી.તથા રેલ્વે ઉદ્યોગના મહત્વના જંકશનના કારણે દેશના નકશામાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.મહેસાણા શહેર ખેતી તથા ઉદ્યોગના કારણે પણ રાજયમાં મહત્વનું સ્થાન ધરાવે છે.મુંબઈ રાજય વખતે પણ શ્રીમંત ગાયકવાડ સરકારની હુકુંમત હેઠળના મહેસાણા તથા કડી ખુબજ મહત્વ ધરાવતા શહેરો હતા.મહેસાણા ખાતે શ્રીમંત સાયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પોતાના પુત્ર શ્રીમંત ફતેહસીંહ

ફોટો ગેલેરી

સમાચાર

પરા તળાવ

મહેસાણા શહેરમાં જુનું અને જાણીતું એટલે કે પરા તળાવ જે વર્ષો પહેલા ગાયકવાડ શાસન દરમિયાન તળાવનું ખોદકામ કરાયું હતું. તે આશરે ૯૫૦ ચોરસ મીટર (૧૦,૨૦૦ ચોરસ ફૂટ) ના ક્ષેત્રમાં ફેલાય છે.આ તળાવ પહેલા માત્ર એક પરા તળાવ તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતું મહેસાણા નગરપાલિકા દ્વારા આ તળાવની નવી ઓળખ આપવા માટે ૨૦૦૭ માં સુંદરકરણ તેમજ પુનવિકાસ માટે કામગીરી હાથ ધરવામાં આવી. આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાત વિધાનસભાના તત્કાલીન સભ્યશ્રી ડૉ.અનિલભાઈ પટેલના હસ્તે શરૂ કરવામાં આવી હતી….

હવે વેરો ઓનલાઈન ભરી શકાશે

મહેસાણા નગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ઘરવેરાની ભરપાઈ કરી શકાશે. તથા જૂની વેરા પહોંચ અને ટેક્સ બીલની PDF પણ ડાઉનલોડ કરી શકાશે.